ઓરિસ્સા: સંબલપુરમાં ઇથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન

ભુવનેશ્વર:ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે શુક્રવારે ત્રણ ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કુલ રૂ. 1,218 કરોડના રોકાણ સાથે 10 અન્ય પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ઝારસુગુડા જિલ્લામાં અનાજ આધારિત ડિસ્ટિલરી પ્લાન્ટ (રૂ.204.60 કરોડ), પુરીમાં 5-સ્ટાર હોટેલ અને લક્ઝરી રિસોર્ટ (રૂ.135.69 કરોડ), કટકમાં 4-સ્ટાર હોટેલ (રૂ.77.04 કરોડ), અને સંબલપુરમાં ઇથેનોલ પ્લાન્ટ (103 કરોડ રૂપિયા)નો ભૂમિપૂજન સમારોહ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમના સંબોધનમાં મુખ્ય પ્રધાન પટનાયકે જણાવ્યું હતું કે ઓરિસ્સા ધાતુઓ અને ખનિજોથી લઈને ખાદ્ય પ્રક્રિયા સુધીના ક્ષેત્રો માટે દેશમાં એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. રાજ્યનો ઉદ્યોગો સાથેનો સંબંધ આર્થિક અને સામાજિક વિકાસમાં ફળદાયી રહ્યો છે. મુખ્યમંત્રીએ ખુર્દામાં મેફેર હોટેલ્સ એન્ડ રિસોર્ટ લિમિટેડ દ્વારા રૂ.300 કરોડના રોકાણ સાથે કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here