કેરળમાં ચોમાસાનું થયું સત્તાવાર આગમન; હવામાન ખાતા તરફથી કરવામાં આવી જાહેરાત

ભારતીય હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી છે કે કેરળમાં આજે ગુરુવારથી મોન્સૂન બેસી ગયું છે.દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે કેરળમાં દક્ષિણ ભાગમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર કેરળમાં જૂન 1 થી ચોમાસુ આવી જતું હોય છે પણ આ વખતે 3 જૂનથી શરુ થયું છે. અને આ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેશે અને 101 % વરસાદ થવાનું અનુમાન છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચોમાસુ કોચીથી પલયમકોટઈ થી પસાર થશે ચોમાસુ જેમ આગળ વધશે તેમ કેરળ અને લક્ષદ્વીપ ઉપરાંત પોન્ડિચેરી અને તામિલનાડુમાં પણ વરસાદ થશે આ ઉપરાંત બંગાળના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

કેરળમાં વરસાદ શરુ થતા હવામાન ખાતાના સ્ટેશન પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. કેરળમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદના છાંટણા પડી પણ રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here