દેશમાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખતી ઓઇલ કંપનીઓ

30

દેશમાં તેલની કિંમતમાં સતત રાહત મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ગત સપ્તાહના ઘટાડા બાદ સ્થિર છે. બુધવાર, 10 નવેમ્બર, 2021 ના રોજ ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેલના ભાવ સ્થિર રાખ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા એક મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ બંને લગભગ 8-8 રૂપિયા મોંઘા થયા હતા. પરંતુ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 3જી નવેમ્બરે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ભાવ સ્થિર છે.

ઘટાડાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 103 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જો કે દિલ્હીમાં વિપક્ષી પાર્ટી બીજેપી તરફથી એવી માંગ કરવામાં આવી રહી છે કે દિલ્હી સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર વેટ ઘટાડવો જોઈએ. તેવી જ રીતે અન્ય ઘણા રાજ્યોમાં વેટ ઘટાડવાની માંગ ઉઠી રહી છે. તે જ સમયે, શાસક અને વિરોધ પક્ષો આ મુદ્દાને લઈને સામસામે છે.

આજે દિલ્હીમાં પેટ્રોલ રૂ.103.97 પ્રતિ લિટર; ડીઝલ રૂ.86.67 પ્રતિ લિટરના ભાવે વેંચાઈ રહ્યું છે.મુંબઈમાં પેટ્રોલ રૂ.109.98 પ્રતિ લિટર; ડીઝલ રૂ. 94.14 પ્રતિ લિટર કોલકાતામાં પેટ્રોલ રૂ. 104.67 પ્રતિ લિટર; ડીઝલ રૂ.89.79 પ્રતિ લિટર ચેન્નાઈમાં પેટ્રોલ રૂ.101.40 પ્રતિ લિટર; ડીઝલ રૂ.91.43 પ્રતિ લિટર બેંગલુરુમાં પેટ્રોલ -રૂ. 107.64 પ્રતિ લિટર; ડીઝલ – રૂ. 92.03 પ્રતિ લિટર લખનૌમાં પેટ્રોલ 100.78 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 86.85 રૂપિયા પ્રતિ લીટર ભાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here