આર્થીક સર્વેમાં અર્થતંત્ર 6થી 6.5%નો વૃદ્ધિ દર હાંસલ કરશે

એક બાજુ ઉદ્યોગના દરેક ક્ષેત્રમાં મંદી ની વાતો આખા વર્ષ દરમિયાન ચાલ્યા બાદ નાણાપ્રધાન નિર્મલા સિતારામને આજે સંસદમાં રજૂ થયેલા આર્થિક સરવેમાં 1 એપ્રિલથી શરૂ થઈ રહેલા આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 6-6.5%નો વિકાસ દર નોંધાવે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.નાણાં મંત્રીના આશાવાદ અનેઅંદાઝ બાદ શેર બજારમાં થોડો સમય તેજી રહ્યા બાદ બજાર માઇનસમાં બંધ આવ્યું હતું .

સરવેમાં ચાલુ વર્ષમાં દેશનો વિકાસ દર 5 ટકા રહેવાની ધારણા દર્શાવવામાં આવી છે.

સરવેમાં જણાવ્યા અનુસાર મંદી વચ્ચે આર્થિક વૃદ્ધિ દરનો ઘટાડો સમજી શકાય તેમ છે. કારણ કે સ્લોડાઉનમાં નાણાકીય સેક્ટરનો ખરાબ દેખાવ ચાવી રૂપ ક્ષેત્રો પર દબાણ સર્જી રહ્યો છે.

સરકારે આગામી વર્ષે આર્થિક વિકાસને વેગવાન બનાવવા માટે તેની પાસેની બહુમતીનો આર્થિક સુધારા દાખલ કરવામાં ઉપયોગ કરવો જોઈએ, તેમ સરવેમાં જણાવાયું હતું.

100 રૂપિયાની નવી નોટ જેવા લવન્ડર કલરમાં આ સરવેને બે વોલ્યૂમમાં પ્રગટ કરવામાં આવ્યો છે.ડુંગળી સહિતના કોમોડિટીના ભાવમાં સરકારની દરમિયાનગીરીથી ભાવોમાં સ્થિરતા આવી હોવાનો પણ આ આર્થિક સરવેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે..

આર્થિક સરવે-2020માં સંપત્તિની નોંધણી, કરવેરાની ચૂકવણી અને કરારના અમલીકરણમાં સરળતા લાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.
સરકારી બેન્કોમાં વિશ્વાસનું વાતાવરણ વધે તે માટે બેન્કોનો વહીવટ પારદર્શક બનાવવા પણ જણાવાયું હતું.

આજે સંસદમાં રજૂ થયેલા આર્થિક સરવેમાં દેશના અર્થતંત્ર અને શેરબજારને લાભ થાય તેવા 10 નવા વિચારોના અમલની ભલામણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here