ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સૂચના પર દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબમાં લોટ અને ખાંડના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારે માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે જાહેરાત કરી હતી કે, કેબિનેટે ખાંડ અને લોટના ભાવમાં ઘટાડો કરવા માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.ડેઇલી પાકિસ્તાનના અહેવાલ મુજબ, સરકારે ઈદ સુધી પંજાબમાં 10 કિલો લોટની થેલીની કિંમત રૂ.550 થી ઘટાડીને રૂ.400 અને ખંડના પ્રતિ કિલો દીઠ રૂ.75 થી ઘટાડીને રૂ.70 સુધી કર્યો છે.
નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલની સાથે આવેલા ઔરંગઝેબે જણાવ્યું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ફેડરલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ખાનના શાસનકાળ દરમિયાન પાકિસ્તાન સરકારે ખાંડનો સમગ્ર સ્ટોક બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો.