આર્થિક મોરચે બે સારા સમાચાર એક સાથે આવ્યા છે. હકીકતમાં, ખાદ્ય પદાર્થોના નીચા ભાવને કારણે છૂટક ફુગાવો નરમ પડ્યો છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો ઘટીને 5.59 ટકા થયો છે.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો એક મહિના પહેલા જૂનમાં 6.26 ટકા અને એક વર્ષ પહેલા જુલાઇમાં 6.73 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) ના આંકડા મુજબ, જુલાઈમાં ખાદ્ય ચીજોમાં ફુગાવો ઘટીને 3.96 ટકા થયો છે જે અગાઉના મહિનામાં 5.15 ટકા હતો.
આ છે આરબીઆઈનો અંદાજ:
ભારતીય રિઝર્વ બેન્કે આ મહિનાની શરૂઆતમાં જાહેર કરેલી નાણાકીય નીતિ સમીક્ષામાં 2021-22માં ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ફુગાવામાં અસ્થિરતાના જોખમ સાથે ફુગાવો Q2 માં 5.9 ટકા, Q3 માં 5.3 ટકા અને Q4 માં 5.8 ટકા રહેવાની ધારણા છે. આગામી નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં તે 5.1 ટકા રહેવાનો અંદાજ છે.