નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 108 જગ્યાએ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા

નવા વર્ષે ગુજરાતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અહીં લોકોએ 108 અલગ-અલગ જગ્યાએ મળીને સૂર્ય નમસ્કાર કર્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકલા મોઢેરા સૂર્ય મંદિરમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

ગુજરાત સરકારના યોગ બોર્ડ દ્વારા છેલ્લા એક મહિનાથી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યક્રમમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. વિશ્વના કોઈ પણ દેશમાં એક સાથે સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ નહોતો, જે હવે ગુજરાત અને ભારતના નામે થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે, સૂર્યના પ્રથમ કિરણ સાથે, ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં 2 હજારથી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા અને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

રાજ્યભરમાં 108 વિવિધ સ્થળોએ હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા. એક સાથે 108 જગ્યાએ સૂર્ય નમસ્કારનો નવો રેકોર્ડ પણ બન્યો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે આ એક વિશ્વ રેકોર્ડ છે. વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ પ્રકાશ સાથે ગુજરાતના લાખો લોકોએ એકઠા થઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા.

એકંદરે 108 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્ય મંદિરમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં પણ હજારો યુવાનો અને વડીલોએ સાથે મળીને સૂર્ય નમસ્કાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

ગુજરાતે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આખા મહિના સુધી ચાલેલી આ સ્પર્ધામાં 15 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી હતી અને સૂર્ય નમસ્કાર સ્પર્ધાને ઐતિહાસિક બનાવવા માટે ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here