અમેરિકામાં લાગી શકે છે એક વધુ બેન્કને તાળા… હવે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક આવી સંકટમાં

અમેરિકામાં બેન્કિંગ ક્ષેત્રે આવેલી સુનામી રોકાવાનું નામ નથી લેતી. હજુ ગત સપ્તાહે જ બે બેંકો બંધ થવાની ખબરે બેન્કિંગ સેક્ટર હચમચાવી દીધું હતું. ત્યાં અમેરિકામાં એક વધુ બેંક બંધ થવાના ખબર સામે આવી રહ્યા છે. પહેલા સિલિકોન વેલી બેન્ક અને ત્યાર બાદ સિગ્નેચર બેન્ક બંધ થયા બાદ અમેરિકાની ત્રીજી બેન્ક બંધ થવાની તૈયારીમાં છે. અમેરિકામાં હવે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક પણ બંધ થવાની આરે છે. માત્ર એક જ સપ્તાહમાં આ ત્રીજી બેન્ક છે જે સંકટમાં આવી ગઈ છે.

બ્લુમબર્ગના જણાવ્યા અનુસાર ફર્સ્ટ રિપબ્લિક બેન્કનો શેર 61.83% નીચે આવી ગયો છે. છેલ્લા સપ્તાહમાં ઘટાડા પર નજર કરીએ તો, ફર્સ્ટ રિપબ્લિક બેંક સ્ટોકની કિંમત 74.25% ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે તેની કિંમત શેર દીઠ $19ની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ બંને બેંકોને તાળા લાગી ગયા હતા. હવે આ મોટી બેંક પણ પડી ભાંગે તેવી શક્યતા છે.

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ રિવ્યુ હેઠળ રાખવામાં આવેલી છ અમેરિકન બેન્કોમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કને નંબર વન પર મૂકી છે. આ ઉપરાંત આ રેટિંગ એજન્સીએ અમેરિકાની જીયોન્સ બેનકોર્પોરેશન, વેસ્ટર્ન એલિયન્સ બેનકોર્પ, કોમેરિકા ઇન્ક, UMB ફાઇનીશીયલ કોર્પ, અને ઇન્ટ્રસ્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન જેવી બેન્કનું રેટિંગ પણ ડાઉનગ્રેડ કરી ને અંડર રીવ્યુ માં મૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here