પી.પી.પી. મોડેલો હેઠળ સ્થાપિત દેશનો પહેલો ઈથનોલ પ્લાન્ટ સ્થાપવા માટે છત્રીસગઢ સરકારે કર્યા MOU પર સ્થળાંતર

છત્તીસગઢ સરકાર દ્વારા મંગળવારે જાહેર-ખાનગી ભાગીદારી (પી.પી.પી.) મોડલના અંતર્ગત રાજ્યમાં સ્થપાનાર દેશનો સૌપ્રથમ ઈથનોલ પ્લાન્ટ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.એક સત્તાવાર નિવેદન અનુસાર ભોરમદેવ સહકારીકારખાના અને NKJ બાયોફ્યુલ કંપની વચ્ચે આ MOU કરવામાં આવ્યા છે.

આ તકે મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને પોતાની શેરડીના નાણાં સમયસર મળી શકે અને પ્લાન્ટ પૂર્ણ સ્વરૂપમાં ચાલી શકે તે માટે આ ઈથનોલ પ્લાન્ટની સ્થાપના સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.

મુખ્ય મંત્રી બધેલે આગળ જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી નવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નવી રોજગારી પણ સ્થાપિત કરી શકાશે. આ વિસ્તારને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવી શકાશે. છત્તીસગઢની સરકારે ખેડૂતો અને તેમની ઉન્નતિને હમેંશા સૌથું વધુ પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે કૃષિ ખેડૂતોના દેવા માફ કરનાર છત્તીસગઢ દેશની પ્રથમ સરકાર હતી અને હવે શેરડીના ખેડૂતોને પણ ઈથનોલ પ્લાન્ટથી વધુ લાભ થશે.આ પ્રકારનું પ્રથમ ઈથનોલ પ્લાન્ટ ચારતીસગઢ સરકારે શરુ કર્યું છે અને દેશના હિતમાં છત્તીસગઢ અતિ મહત્વનું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here