પાકિસ્તાન: મોંઘી ખાંડને લઈને ગ્રાહકો પરેશાન

152

કરાચી: ગયા અઠવાડિયે કરાચીમાં ખાંડનો છૂટક ભાવ પ્રતિ કિલો રૂ. 105-110 હતો, જ્યારે લાહોરમાં, ગ્રાહકો પ્રતિ કિલો રૂ.85-90 ની સામે રૂ. 93-100 ચૂકવી રહ્યા છે. એ જ રીતે ક્વેટામાં પણ ખાંડની ખરીદી અગાઉના સપ્તાહમાં 95-97 રૂપિયાની સરખામણીમાં પ્રતિ કિલો 105-106 રૂપિયામાં ખાંડ ખરીદવી પડી રહી છે. મુલ્તાનમાં ખાંડનો ભાવ 4માર્ચના રોજ રૂ. 95 -96 રહી હતી જયારે બહાવલપુરમાં 100 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ કરાચી હોલસેલર્સ ગ્રોસર્સ એસોસિએશન (કેડબ્લ્યુજીએ)ના અનીસ મજીદે જણાવ્યું હતું કે, જથ્થાબંધ દર પ્રતિ કિલો 94 રૂપિયા છે અને રિટેલરો પ્રતિ કિલો રૂ. 105-110 રૂપિયા વસૂલીને પૈસા કમાઇ રહ્યા છે.

મજીદે ખાંડ સહિતની ચીજવસ્તુઓના ભાવના ગેરવહીવટ માટે સરકારને પણ જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે સરકાર દ્વારા ખાંડ અને ઘઉંના સંકટને લગતા તપાસ અહેવાલમાં હોવા છતાં, કોઈની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે બંને રોકડ પાકનો જથ્થો સંગ્રહખોરો પાસેથી વસૂલ્યો નથી. પાકિસ્તાનના ટ્રેડિંગ કોર્પોરેશન (ટીસીપી) એ પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને યુટિલિટી સ્ટોર્સમાં વપરાશ માટે ઓગસ્ટ-નવેમ્બર 2020 સુધીમાં 130,000 ટન ખાંડની આયાત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here