આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન દેશને એક વધુ તકલીફનો સામનો કરવાનો સમય આવી ગયો છે. હવે પાકિસ્તાનમાં ઇંધણની કટોકટીનું સંકટ ઊભું થયું છે. દેશમાં તેલનો ભંડાર પણ ઓછો થઈ રહ્યો છે. દેશની નિષ્ફળ વિદેશ નીતિને કારણે આ સંકટ સર્જાયું છે. જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે અશાંતિ જોવા મળી રહી છે.
પાકિસ્તાન હાલ મહત્વના તેલ ઉત્પાદક ઈરાનને બદલે અન્ય ખાડી દેશ પર આધારિત છે.આ પ્રશ્ન શિયા સુન્ની ને કારણે સર્જાયો છે. હાલ ઈરાન દ્વારા પાકિસ્તાન સામે કોર્ટ કેસ પણ ચલાવવામાં આવી રહ્યો છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 2019માં તુર્કીમાં એક MOU પર હસ્તાક્ષર થયા હતા જેમાં 2024 સુધી પાઇપલાઇન યોજના પૂરી કરવા અને આ ક્ષેત્રમાંથી ઉત્પાદિત ઈરાન ગેસની 750MMCFD પાકિસ્તાને ખરીદવો અનિવાર્ય હતો અને જો પાકિસ્તાન આટલો જથ્થો ન ખરીદે તો તેની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. જેના ભાગરૂપે હાલ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકિસ્તાન સામે કેસ ચાલી રહ્યો છે.