3 મેં સુધી પેસેન્જર ટ્રેઈન અને વિમાની સેવા બંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી દેતા ફરી એક વખત રેલ્વે અને વિમાની સેવા 3 તારીખ સુધી લોકડાઉં કરી દેવામાં આવી છે અને તેના પગલેના ટિકેટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.

મોદીની આ અજાહેરાત બાદ તુરંત જ રેલવેએ તમામ યાત્રી રેલ સેવાઓને 3 મે રાત્રે 24:00 કલાક સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 3 મે સુધી દેશમાં યાત્રી ટ્રેનો ચાલશે નહીં.

રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં જારી લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

21 દિવસના લૉકડાઉન બાદ 15 એપ્રિલથી રેલ સેવાઓ શરૂ થઈ શકે છે. આ આશામાં લોકોએ રિઝર્વેશન કરાવી લીધું હતું, પરંતુ હવે ટ્રેન સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસ સંકટના લીધે દેશભરમાં 21 દિવસથી લાગૂ લોકડાઉનને વધારીને હવે 3 મે સુધી કરી દેવામાં આવ્યું છે.
તમામ પેસેન્જર ટ્રેન લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી બંધ રહેશે. ત્યારબાદ હવે ઉડ્ડયન વિભાગે પણ એ જાહેરાત કરી છે કે તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 મે રાત્રે 11:59 સુધી બંધ રહેશે. એટલે 3 મે સુધી કોઇ પેસેન્જર ટ્રેન દોડશે નહિ અને ફ્લાઇટ્સ ઉડશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here