ભારતમાં પેટ્રોલ અને ડીઝલને 100ને પાર, ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ રાજસ્થાન કરતા 14 રૂપિયા સસ્તું

આજે સરકારી તેલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો . શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 27 પૈસા વધીને લિટર દીઠ 96.93 રૂપિયા પર મોંઘું થયું છે, જ્યારે ડીઝલ 28 પૈસા ઉછળીને લિટર દીઠ 87.69 રૂપિયા પર પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 108 અને ડીઝલ 100 ની પાર વેચાઇ રહ્યું છે. જો ઉત્તર પ્રદેશ સાથે સરખામણી કરવામાં આવે તો, રાજસ્થાનમાં પેટ્રોલ 14 રૂપિયાની આસપાસ મોંઘું થાય છે. લખનૌમાં આજે પેટ્રોલ 94.14 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. છેલ્લા 27 દિવસમાં પેટ્રોલ 6.61 રૂપિયા અને ડીઝલ 6.91 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

બેંગલુરુ, મુંબઈ અને હૈદરાબાદ પછી ત્રીજો મહાનગર બની ગયો છે, જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ તેની લિટરદીઠ 96.93 રૂપિયાની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લિટર પર છે. વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને નૂર ચાર્જને લીધે ઇંધણના ભાવ રાજ્યમાં અલગ અલગ હોય છે. આ કારણોસર, હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલનો છૂટક ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે.

કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લીટરે સ્પર્શી ગયું હતું. રાજ્યની રાજધાની બેંગલુરૂમાં શુક્રવારે પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. શહેરમાં હવે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.17 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા છે. બેંગલુરુ ત્રીજી મહાનગર છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને વટાવી ગયું છે. 29 મેના રોજ મુંબઇમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને વટાવી ગયું. હાલમાં મુંબઇમાં પેટ્રોલ 103.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જ્યારે લેહમાં પેટ્રોલ પહેલાથી જ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયું હતું, જ્યારે શ્રીનગરમાં શુક્રવારે આ આંકડો ઓળંગી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here