ભારતમાં 9 દિવસમાં 8 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો થયો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો છે. અને આજે ફરી ભાવ વધારો પ્રજા પર ઝીંકી દેવામાં આવ્યો છે. બુધવારે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો ઝીંકી દીધો છે.

છેલ્લા 9 દિવસમાં 8 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવાતા કુલ 5 .80 રૂપિયા જેટલો ભાવ પેટ્રોલ અને ડીઝલ પર વધી ગયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 80 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મંગળવારે લખનૌમાં એક લિટર પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે

આજે દિલ્હીમાં પેટ્રોલ -101.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 92.27 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જયારે મુંબઈમાં પેટ્રોલ 115.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ પેટ્રોલ પમ્પ પર જોવા મળ્યા હતા. લખનૌમાં પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ રૂ. 92.44 પ્રતિ લીટર અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 106.69 પૈસા અને ડીઝલ 96.76 રૂપિયા પર પહોંચી ગયું છે. જયારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 110.52 અને ડીઝલનો ભાવ 95.42 પર જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here