આજે સતત 51માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 12 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. ક્રૂડ ઓઈલ અત્યારે 106 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર છે અને કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને ચકાસી શકો છો.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં થયો હતો. તે સમયે સરકારે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર નિકાસ ડ્યુટી
દરમિયાન, ક્રૂડ ઓઇલના આસમાને આંબી જતા દરને કારણે સરકારે વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી છે. આ અંતર્ગત સ્થાનિક તેલ ઉત્પાદન પર 22350 રૂપિયા પ્રતિ ટન વધારાના ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સ્થાનિક બજારમાંથી નિકાસ થતા પેટ્રોલિયમ પર નિકાસ ડ્યૂટી લાદવામાં આવી છે. પેટ્રોલ અને જેટ ફ્યુઅલ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે.