પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો. પેટ્રોલમાં 25 પૈસા અને ડિઝલમાં 30 પૈસા વધ્યા

ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ફરી ભારતના લોકોને ભાવ વધારીને નવો ડામ દેવાનું કામ કર્યું છે. આજે એટલે કે મંગળવારે ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ ભાવ વધારી દીધા છે. ભારતમાં આજે પેટ્રોલ પ્રતિ લીટર 25 પૈસા અને ડીઝલ પ્રતિ લીટર 30 પૈસા મોંઘુ થયું છે. રાજધાની દિલ્હીથી લઈને ભારતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે.

પેટ્રોલમાં 25 પૈસાનો વધારો થતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.64 રૂપિયા પર પહોંચી ગયો છે અને ડીઝલની કિંમત 91.07 પૈસા પર પહોંચી છે. અંતર રાષ્ટ્રીય ક્રૂડ બજારમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેને કારણે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 108.67 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જયારે ચેન્નાઇ અને કલકત્તામાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પુરા થઇ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here