પેટ્રોલ ડીઝલમાં ફરી ભડકો: આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચી રહ્યા છે અને દરરોજ ભાવ વધારો વાહન ધારકોને સહન કરવાનો સમય આવ્યો છે. આ લઈને દેશમાં નારાજગી પણ જોવા મળી રહી છે. આજે પણ ભારતમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો પ્રતિ લિટરે વધારો ઝીંકી દીધો છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 5.50 રૂપિયાથી પણ વધારે રકમનો વધારો નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બહાર પડાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ બંને ઇંધણમાં 35 પૈસાનો વધારો કરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો થયો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ફરી 35 પૈસા વધી જતા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 106.89 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.62 રૂપિયાને પાર પહોંચ્યો છે. જયારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 112.78 અને ડીઝલનો ભાવ 103.63 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સાથે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 107.45 અને ડીઝલનો ભાવ 98.73 રૂપિયા પહોંચ્યો છે. જયારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 103.92 અને ડીઝલનો ભાવ 99.92 રૂપિયા થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ 90 ડોલર સુધી પહોંચ્યા છે ત્યારે ભારતીય બજારમાં હજુ પણ બંને ઇંધણના ભાવ વધશે. ભારતમાં ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલમાં સૌથી વધુ ભાવ વધ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here