ભારતમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો

આજે ભારતમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો પ્રતિ લિટરે વધારો ઓઇલ કંપનીઓએ ઝીંકી દીધો છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 5 રૂપિયાથી પણ વધારે રકમનો વધારો નોંધાયો છે.

ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ફરી 35 પૈસા વધી જતા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 106.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.27 રૂપિયાને પાર પહોંચ્યો છે. જયારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 112.44 અને ડીઝલનો ભાવ 103.26 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સાથે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 107.11 અને ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પહોંચ્યો છે. જયારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 103.61 અને ડીઝલનો ભાવ 99.59 રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ 90 ડોલર સુધી પહોંચ્યા છે ત્યારે ભારતીય બજારમાં હજુ પણ બંને ઇંધણના ભાવ વધશે. ભારતમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ ભાવ પેટ્રોલ અને ડીએલમાં વધ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here