ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને;સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો ભાવવધારો

30

નવી દિલ્હીઃ દેશભરમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ફરી 35 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

35 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 108.99 રૂપિયા પ્રતિ લિટરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલનો દર 35 પૈસા વધીને 97.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. મુંબઈમાં પેટ્રોલની છૂટક કિંમત 114.81 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 105.86 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.46 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 100.84 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે 105.74 રૂપિયા અને 101.92 રૂપિયા પ્રતિ લીટર છે.
દરમિયાન, કેન્દ્ર સરકાર તેલના પુરવઠા અને માંગના મુદ્દે ઘણા તેલ નિકાસકર્તા દેશો સાથે વાતચીત કરી રહી છે, પરંતુ ભાવમાં તાત્કાલિક રાહતની કોઈ શક્યતા નથી. અગાઉ, એક સૂત્રએ એએનઆઈને જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં તેલની કિંમતો, પુરવઠા અને માંગના મુદ્દા પર મોટા તેલ ઉત્પાદક દેશો સાથે ચિંતા વ્યક્ત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here