પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો, ડીઝલ 100 રૂપિયાને પાર

66

ઓઇલ કંપનીઓએ સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા રવિવારે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આજના ભાવમાં વધારા સાથે પેટ્રોલ અને ડીઝલ નવી ટોચ પર પહોંચી ગયું છે. દેશના ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 31 પૈસા સુધી મોંઘું થયું છે. ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના દર 100 રૂપિયાને પાર કરી ગયા છે. પરંતુ રાજસ્થાનના ગંગાનગરમાં તેલનો ભાવ રેકોર્ડ પર પહોંચી ગયો છે. ગંગાનગરમાં, જ્યાં પેટ્રોલ 107.53 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, ત્યાં ડીઝલ 100.37 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર પેટ્રોલ 29 પૈસા અને અને ડીઝલ 30 પૈસાના વધારા કરાયો છે. ભાવ વધારાના વર્તમાન ક્રમની શરૂઆત 4 મેથી થઈ હતી. દિલ્હીમાં મે મહિના દરમિયાન પેટ્રોલ 3.83 અને ડીઝલ 4.42 રૂ. મોંઘા થયા છે. જૂનમાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં રૂ. 2.18 અને ડીઝલની કિંમતમાં 2.13 રૂપિયા વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસા વધારો થયો છે. ત્યાં એક લિટર પેટ્રોલ રૂ. 102.58 અને ડીઝલ રૂ 94.70 થયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 26 પૈસાના વધારા સાથે 97.69 રૂપિયા અને ડીઝલ 28 પૈસા વધીને 91.92 રૂપિયા પ્રતિ લિટર થયું છે. કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો થયો છે. ત્યાં પેટ્રોલ હવે 96.34 રૂપિયા અને ડીઝલ 90.12 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે.

દિલ્હીમાં હવે પેટ્રોલ 96.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. નવા પેટ્રોલ-ડીઝલના વધારાએ બેંચમાર્ક બનાવ્યો છે. કેમ કે પાંચ મે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી 4 મેથી દેશભરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 6.01 અને ડીઝલનો ભાવ 6.55 રૂપિયા થયો છે.

પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસા અને ડીઝલમાં 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 95.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ડીઝલ પણ 86.75 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. આપણે જણાવી દઈએ કે માત્ર 23 દિવસમાં 5.53 પેટ્રોલ મોંઘુ થઈ ગયું છે. જ્યારે ડીઝલ એક જ દિવસમાં 5.97 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here