તો પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 થી 6 રૂપિયા વધી જશે

દુનિયાની મોટી ઓઇલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર હુમલા બાદ ઓઇલની સપ્લાય વિક્ષેપિત થતાં આ મહિનાના અંત સુધી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચથી છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઇ શકે છે. એવું એક્સપર્ટનું અનુમાન છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતાં ભારતની ઓઇલ કંપનીઓ આગામી 15 દિવસ ડીઝલ અને ગૈસોલીનના ભાવમાં 5 થી 6 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરી શકે છે. જો આ અનુમાન સાચું થયું તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત સપ્ટેમ્બરના અંત સુધી 78 રૂપિયા પ્રતિ લીટર થઇ શકે છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 72.17 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

સાઉદી અરબના ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ સોમવારે ઓઇલના ભાવ લગભગ 20 ટકાના વધારા સાથે 71 ડોલર પ્રતિ બેરલની ઉપર જતો રહ્યો હતો. જોકે પછી તેમાં થોડો ઘટાડો આવ્યો હતો. ઓઇલ કંપની સાઉદી અરામકોએ એક નિવેદનમાં કહ્યું હુમલાના કારણે દરરોજ 57 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન વિક્ષેપિત થયું છે.

સાઉદીથી ઓઇલની સપ્લાઇ વિક્ષેપિત કરવામાં આવી
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ દ્વારા કહ્યું કે હુમલાથી સાઉદી અરબ પાસેથી ઓઇલની સપ્લાઇ વિક્ષેપિત કરવામાં આવી છે. માટે અમારું માનવુ છે કે અમે દોષીને જાણીએ છીએ, પરંતુ અમે કિંગડમ દ્વારા સાંભળવા માંગીએ છીએ કે તે કોઇ હુમલાની જવાબદારી માનીએ છીએ અને અમે કઇ શરતો હેઠળ તેના પર કાર્યવાહી કરીશું. કિંગડમના આંતરિક મામલાના મંત્રીએ કહ્યું કે શનિવારે આરામકોના બે મુખ્ય ઓઇલ પ્લાન્ટ પર હુમલા કરવાનો દાવો યમનના હૈતી વિદ્વોહીઓએ કર્યો છે. એચપીસીએલ ના ચેરમેન એમ કે સુરાનાએ જણાવ્યું હતું કે જો ક્રૂડમાં 10% નો વધારો થયો તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે

જોકે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે અમે કંપનીના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને રિયાધ ખાતે ભારતના એમ્બેસેડરે પણ આ અંગે ત્યાં વાતચીત કરી છે અને ભારતને જે પુરવઠો મળે છે તેમાં કોઈ વિક્ષેપ નહિ પડે તેવું આશ્વાશન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here