આગામી ચાર વર્ષમાં શેરડીની ખેતીમાં ટપક પધ્ધતિ પર ભાર મુકાશે: અજિત પવાર

શેરડીના પાકને ઘણું જ પાણીની જરૂર પડતી હોઈ છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર શેડિંયા પાક માટે ટપક પધ્ધતિ પર ભાર મૂકી રહી છે.શુક્રવારે વિધાનસભામાં મહા વિકાસ આગાદીનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વરસાદને લીધે પાકના નુકસાનનો સામનો કરતા ખેડુતો માટે ગયા વર્ષે ભંડોળ મંજૂર નથી કર્યું. કેન્દ્ર દ્વારા ફક્ત 956 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. તેથી કેન્દ્રની સહાયની રાહ જોવાની જગ્યાએ,અમે ખેડૂતોની મદદ માટે પહેલ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી ચાર વર્ષોમાં ટપક સિંચાઇ હેઠળ પાણીની સઘન શેરડીની ખેતી લાવવા અને સહભાગી ખેડુતોને વ્યાજ પર રાહત આપવાની યોજના છે. મુખ્યમંત્રીની જળ સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને આ માટે 2000 કરોડ રૂપિયા પાણી અને જમીનના સંરક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યા છે.

“આવતા પાંચ વર્ષમાં રાત્રે ખેડૂતોને વીજળી આપવા માટે 5000 સોલાર એગ્રીકલ્ચર પમ્પ ખેડૂતો માટે બનાવવામાં આવશે. તેના માટે 670 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here