શુગર મિલની આધુનિકરણની યોજના

ભીમાસિંગી (વિઝિયાનગરામ): આંધ્રપ્રદેશ સરકારે સુગર મિલોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. ધ હંસ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ રાજ્ય સરકારે ખેડુતોના બાકી રહેલા બીલ ભરવા માટે ભીમાસિંગી શુગર મિલ દ્વારા આશરે 8.4 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. ઉત્પાદન વધારવા માટે અદ્યતન મિકેનિઝમ સાથે મિલને આધુનિક બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. જિલ્લામાં સહકારી ક્ષેત્ર હેઠળ કાર્યરત આ એકમાત્ર સુગર મિલ છે.

45 વર્ષ જુની ભીમાસિંગી મિલ હજી પણ જૂની મશીનો અને ટેકનોલોજીથી ચાલે છે. મિલ હવે ખેડૂતોના શેરડીના બિલ ચૂકવવાની સ્થિતિમાં નથી. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ચૂંટણી દરમિયાન પ્રદેશના ખેડુતોને ખાતરી આપી હતી કે, જો તેઓ સત્તામાં આવશે તો તેઓ મિલના નવીનીકરણમાં મદદ કરશે.

મીડિયા અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે વિઝાગ જિલ્લાના જામી, એલ કોટા, એસ કોટા, વિઝિયાનગરમ અને પદ્મનાભ મંડળના આશરે 20,000 ખેડુતો શેરડીનો સપ્લાય કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડુતો અને પાક વિસ્તારની સંખ્યા ધીરે ધીરે ઘટતી ગઈ છે. કારણ કે મિલ મેનેજમેન્ટ યોગ્ય સમયે બિલ ભરવામાં નિષ્ફળ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here