ભારતનો પ્રથમ ગેસ ટુ ઈથનોલ પ્લાન્ટ સ્થાપવાની યોજના

69

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મદદથી સેઇલ (SAIL), મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તેના ફેરો એલોય પ્લાન્ટ (CFP) ખાતે ભારતનો પ્રથમ ગેસ ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સ્ટીલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી મિશન ઓફ ઈન્ડિયા (એસઆરટીએમઆઈ) ના ડિરેક્ટર મુકેશ કુમારે ધ્યાન દોર્યું હતું કે, કાર્બન ઉત્સર્જનના મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારનું લક્ષ્ય ક્રૂડ ઓઇલની આયાત પર દેશનું નિર્ભરતા ઘટાડવાનું છે. અનુલક્ષીને ગેસ-ટુ-ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે એસઆરટીએમઆઈ સેઈલને સુવિધા આપી રહી છે.

આ પ્લાન્ટની સ્થાપના પર સેઈલનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થશે, જેમાંથી 20 ટકાને “સધ્ધર ગેસ ભંડોળ” અથવા સરકારની ઇથેનોલ સંમિશ્રિત રાષ્ટ્રીય નીતિ દ્વારા ટેકો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here