ગોરખપુર સ્થિત પિપરાઈંચ  ખાંડ મીલનું ઉદઘાટન કરશે નરેન્દ્ર મોદી:5000 લોકોને મળશે નવી રોજગારી 

ગોરખપુર સ્થિત પિપરાઈંચ  ખાંડ મીલનું ઉદઘાટન  કરવા દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના  રોજ આવી રહ્યાં છે.આ જાણકારી ઉત્તર પ્રદેશના મુખ્ય મઁત્રી  યોગી આદિત્યનાથે પિપરાઈંચ  ખાંડ મીલમાં ચાલી રહેલા કામકાજનું નિરીક્ષણ કરવા આવ્યા  ત્યારે  કરી હતી

મુખ્ય મઁત્રી યોગી આદિત્યનાથે  પિપરાઈંચ  ખાંડ મીલનું  નિરીક્ષણ  જણાવ્યું હતું કે આ દેશની સૌથી આશુંનીક ટેક્નિક સાથેની ખાંડ મિલ બની રહેશે યોગી આદિત્યનાથે જણાયું હતું કે 24 ફેબ્રુઆરીના રોજ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઔપચારિક રીતે આ અમીલનું ઉદ્ઘાટન કરશે. તેમેં જણાવ્યું હતું કે ઉદ્ઘાટનના દિવસે જ આ મીલનું કામ પણ સારી કરી દેવામાં આવશે અને માર્ચ મહિનામાં તો શેરડી  ક્રશિંગ પણ શરુ કરી  દેવામાં આવશે

મુખ્ય મંત્રીએ   જણાવ્યું હતું કે આ મિલ શરુ થવાથી 500 લોકોને સીધી રોજગારી મળશે અને કુલ 5000 લોકોએ પરોક્ષ રીતે પણ આ અમીલ સાથે જોડી શકાશે, આ મિલ ચાલુ થવાથી  આ વિસ્તારના 40000 શેરડીના ખેડૂતોને પણ લાભ થશે.

મુખ્ય  મનત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ મિલ હાલ તુરંત દરરોજ 50000 કવીન્ટલ શેરફી ક્રશિંગ કરી શકશે  અને ત્યાર બાદ તેની ક્ષમતા 75000 કવીન્ટલ સુધી કરવામાં આવશે.આ મિલમાં કોઈ પ્રદુષણ ન થઇ અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ મિલ ચાલુ કરવાની માંગ લાંબા સમયથી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી જે આ સરકારે પુરી કરી હતી.

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે શેરડી વિભાગ દ્વારા ખેડૂતો સાથે ગોષ્ઠિનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં શેરડીનું ઉત્પાદન કેમ વધારી શકાય તેની જાણકારી પણ આપવામાં આવે છે.યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ વાત વર્ષથી ક્રશિંગ માટે પૂરતા પ્રમાણમાં શેરડીનો જથ્થો પણ ઉપલબ્ધ બની રહે તે માટેની વ્યવસ્થા અને આયોજન પણ કરવામાંઆવશે.

Download Our ChiniMandi News App http://bit.ly/ChiniMandiApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here