મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ: જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા કમલનાથની સરકાર લઘુમતીમાં

મધ્ય પ્રદેશમાં રાતોરાત સત્તા બદલે તેવા સંજોફગ સામે આવ્યા છે. આજે સવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોર્તિરાદિત્યઃ સિન્ધિયાએ કોંગ્રેસમાથી રાજીનામુ ધરી દઈને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે અને આજે સાંજે 6 વાગે અમિત શાહની ઉપસ્થિતિમાં ભગવો ખેસ પેહેરે તેવા સમાચાર આવી રહ્યા છે ત્યારે તેના સમર્થનમાં 21 જેટલા કોંગ્રેસના ધારા સભ્યોએ પણ રાજીનામાં ધરી દેતા રકઝકીય ભૂકંપ સર્જાયો છે અને કમલનાથની કોંગ્રેસ સરકર લઘુમતીમાં આવી ગઈ છે.મધ્ય પ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના પક્ષમાં કરીને કોંગ્રેસ સરકારના મૂળિયા હલાવી દેતા રાજકીય સમીકરણો પણ બદલાયા છે. સિંધિયા જૂથના 20 ધારાસભ્યોના રાજીનામાં બાદ હવે તે નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસની સરકાર પડી જશે. 20 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થતાં જ વિધાનસભાની સંખ્યા માત્ર 208 વધશે અને બહુમત માટે માત્ર 105 ધારાસભ્યોની જરૂર પડશે.

મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટો છે. રાજ્યના 2 ધારાસભ્યોનું નિધન થયું ત્યારબાદ વિધાનસભાની હાલની સંખ્યા 228 થઈ ગઈ છે. કોંગ્રેસના 114 ધારાસભ્ય છે. આ કારણે સરકાર બનાવવા માટે જાદૂઈ આંકડો 115 રહ્યો. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બીએસપી અને 1 એસપી ધારાસભ્યનું સમર્થન મળેલું છે.આ રીતે કોંગ્રેસે કુલ 121 ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી જ્યારે ભાજપની પાસે 107 ધારાસભ્યો છે.

પણ સિંધિયાની સાથે હવે કોંગ્રેસના ધારા સભ્યો હતી જતા કોંગ્રેસના 20 ધારાસભ્યોના રાજીનામાં બાદ વિધાનસભાની હાલની સંખ્યા ઘટીને 208 રહી ગઈ છે. તેવામાં બહુમત માટે માત્ર 105 ધારાસભ્યોની જરૂરીયાત છે. ભાજપની પાસે 107 ધારાસભ્યો છે.તેવામાં રાજ્યપાલનું આમંત્રણ મળ્યા બાદ ભાજપ સરકાર બનાવશે અને વિધાનસભામાં સરળતાથી બહુમત સાબિત કરી લેશે.

મધ્યપ્રદેશમાં ચાર અપક્ષ ધારાસભ્યોએ કમલનાથ સરકારને સમર્થન આપ્યું છે.તાજા ઘટનાક્રમમાં સરકાર પડ્યા બાદ આ ધારાસભ્યો પાર્ટી બદલી શકે છે.જો ચારેય ધારાસભ્યો ભાજપની સાથે આવે છે તો નવી સરકારના સમર્થનમાં ધારાસભ્યોનો આંકડી વધીને 111 થઈ જશે.બાદમાં પેટા ચૂંટણીમાં ભાજપે 22માંથી 6 સીટો પર જીત હાંસિલ કરવાની જરૂર પડશે. જો અપક્ષ ભાજપની સાથે ન આવે તો પાર્ટીએ પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી 10 સીટો જીતવી પડશે. તો કોંગ્રેસ ફરી સરકાર બનાવવા ઈચ્છે તો તેણે પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી 21 સીટ જીતવી પડશે કારણ કે હવે તેના ધારાસભ્યોનની સંખ્યા ઘટીને 94 રહી ગઈ છે. જો બીએસપી-એસપીના ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપવાનું ચાલું રાખ્યું તો પાર્ટીએ 18 સીટો જીતવી પડશે. જો ચાર અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ હોય તો તેણે માત્ર 14 સીટો જીતવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here