પ્રો. નરેન્દ્ર મોહન દ્વારા લિખિત પુસ્તકોમાંથી સંપૂર્ણ શુગર ઉદ્યોગની માહિતી પ્રાપ્ત થશે

1450

નેશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુરના નિર્દેશક પ્રો. નરેન્દ્ર મોહન દ્વારા Analytical Hand Book for Cane Sugar Industry”નામના લેખિત પુસ્તકનું વિમોચન ખાદ્યપદાર્થો અને જાહેર વિતરણો, ભારત સરકારના સચિવ સુધાંશુ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ તક પર સંયુક્ત સચિવ, સુબોધકુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા છે.ખાદ્ય પદાર્થો અને જાહેર વિતરણો, ભારત સરકારના સચિવ સુધાંશુ પાંડેએ આ પુસ્તકને ખાંડ ઉદ્યોગમાં વર્તમાન સમયના પરિપેક્ષ્યમાં બહુજ મદદરૂપ પુસ્તક ગણાવ્યું હતું.તેમને જણાવ્યું હતું કે ન માત્ર વિદ્યાર્થીઓ પણ સમ્રગ શુગર ઉદ્યોગને વિવિધ તકનીકી પ્રશ્નોની માહિતી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

નેશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુરના નિર્દેશક પ્રો.નરેન્દ્ર મોહને આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પુસ્તક વિશ્વમાં ખાંડ ઉદ્યોગમાં પ્રશિક્ષિત તકનીકી અને તેમના ધ્યાન પર રાખવામાં આવ્યું છે. આ પુસ્તકોની વિવિધ સમસ્યાઓનું નિયંત્રણ, શુગર અને અન્ય ઉત્પાદનોનું વિશ્લેષણ અને ગુણવત્તા નિયંત્રણથી સંબંધિત તમામ માહિતી આપવાની સલાહ આપવામાં આવી છે. એક લાંબા સમયથી કોઈ ભારતીય લેખકનો આ વિષય પર પુસ્તકનો અભાવ હતો જે હવે આ પુસ્તકથી ભરપાઈ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here