મુંબઈ અને ગુજરાતમાં વરસાદની હેલી

આર્થિક પાટનગર મુંબઈમાં વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે. આઇએમડીએ સોમવારે જણાવ્યું હતું કે મુંબઈ અને પડોશી થાણે જિલ્લાના છેલ્લા 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ થયો છે અને તે વિસ્તારો અને કોંકણ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના અનુસાર, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં એક ચક્રવાત ફરતો રહે છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે.

મુંબઈની સાથે ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે. આવી સ્થિતિમાં એનડીઆરએફની 7 ટીમોપોરબંદર દ્વારકા અને પોરબંદર અને રાજકોટ રવાના કરવામાં આવી છે. અહેવાલો મુજબ ગુજરાતમાં ભારે વરસાદ બાદ દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.જામ ખંભાળિયામાં માત્ર બે કલાકમાં 12 ઇંચ વરસાદ સાથે કાલે એક જ દિવસમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં 8 ઇંચ,ગીર સોમનાથમાં 10 ઇંચ,પોરબંદરમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રના અનેક જળાશયો છલકાય ગયા છે અને અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here