ભારતીય હવામાન વિભાગ (બેંગલુરુ) ના સી.એસ. પાટિલે કહ્યું કે કર્ણાટકમાં 12 જૂનથી વરસાદમાં વધારો થવાની સંભાવના છે.આ સાથે, રાજ્યમાં 12 થી 13 જૂન દરમિયાન ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.
માત્ર કર્ણાટકમાં જ નહીં, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 9 થી 15 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.આઇએમડીએ જણાવ્યું હતું કે, કેરળમાં પણ 11-15 જૂન દરમિયાન ભારે વરસાદ પડે તેવી સંભાવના છે, જ્યારે કોંકણમાં ફરીથી 12-15 જૂને ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એમ પણ માહિતી આપી હતી કે, રાજસ્થાન સિવાય, ઉત્તર-પશ્ચિમ ભારતના તમામ વિસ્તારોમાં 12-14 જૂને ભારે વરસાદની સંભાવના છે.