ઉત્તરાખંડમાં વરસાદે મચાવી તબાહી; અનેક ગુજરાતી પરિવારો પણ ફસાયા

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અલમોરા ચમોલી નૈનીતાલ હરિદ્વાર હલ્દવાની ઋષિકેશ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. કોસી નદી પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.હલ્દવાની ઋષિકેશનો ત્રિવેણી ઘાટ, જે પહેલા લોકોમાં ગુંજતો હતો, આજે ડૂબી ગયો છે. ઋષિકેશમાં પણ ગંગાનું જળ સ્તર ઘણું ઊંચું થઈ ગયું છે. હરિદ્વારમાં ગંગા ભયના નિશાનથી ઉપર વહી રહી છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ઠેર ઠેર રસ્તાનું ધોવાણ થયું છે અને રેલ ટ્રેક પણ ઉખડી ગયા છે. અનેક વાહનો ફસાયા પણ છે અને કારને જેસીબીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ કાર પાણીના પ્રવાહમાં અટવાઇ છે, કારની આ તસવીર કહી રહી છે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. હવામાન વિભાગે બે દિવસ પહેલા ભારે વરસાદની ચેતવણી આપી હતી. ભૂતકાળમાં હવામાનશાસ્ત્રીઓની આગાહી સાચી હતી, સમગ્ર ઉત્તરાખંડ ભારે વરસાદ સાથે ઝઝૂમી રહ્યું છે.

દરમિયાન નૈનિતાલ અને ખાસ કરીને કેદારનાથમાં અનેક યાત્રિકો ફસાયા છે અને જેમાં ગુજરાતના અનેક યાત્રિકો પણ ફસાયા છે. રાજકોટના પણ 16 જેટલા લોકો ચાર ધર્મ યાત્રા પર ગયા હતા જે હાલ કેદારનાથમાં ફસાયા છે. રાજકોટના કલેક્ટર મહેશ બાબુએ પણ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી સાથે વાતચીત કરીને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને ફસાયેલા પરિવારોને રેસ્ક્યુ કરીને અને સલામત સ્થળે પહોંચાડવાનું સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here