1 થી 5 સપ્ટેમ્બર સુધી રાજસ્થાનની 247 માર્કેટિંગ યાર્ડ બંધની ચીમકી

જયપુર : 
મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર ખાસ લાભ ન માલ્ટા તેમજ માર્કેટિંગ યાર્ડમાં લાગતા ટેક્સ  અને ઈ નામ ઓક્શન જેવી અનેક સમસ્યાને  લઈને રાજસ્થાન ખાદ્ય પદાર્થ વ્યાપાર સંઘ દ્વારા રાજસ્થાનની 247 જેટલી માર્કેટિંગ યાર્ડ 1 થી 5 સપ્ટેમ્બર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મંગળવારે સંઘની મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.સાથોસાથે દરેક માર્કેટિંગ યાર્ડ પર ધારણા અને પ્રદર્શન પણ યોજવામાં આવશે
રાજસ્થાન ખાદ્ય પદાર્થ વ્યાપાર સંઘના પ્રમુખ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સંઘ અને સરકાર અને મંત્રીઓ અને અધિકારીઓ સાથે વારંવાર  મિટિંગ થયા બાદ પણ કોઈનિર્ણય ન આવતા અંતે અમારે પાંચ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની વાત ઉચ્ચારવી પડી છે.આ બંધ દરમિયાન રાજ્યની 247 માર્કે   ટિંગ યાર્ડ સદંતર બંધ પડશે અને આ બંધ દરમિયાન 25 હજાર  વેપારીઓ  અને સાડા ત્રણ લાખ મજૂરો કોઈપણ માર્કેટિંગ યાર્ડમાં કામ નહિ કરે.
પ્રમુખબાબુલાલ  ગુપ્તાએ જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે બધાજ વેપારીઓ ફરી જયપુર ખાતે ભેગા થશે અને ત્યાર પછીના કાર્યક્રમની રૂપરેખા નક્કી  કરવામાં આવશે જેમાં અનિશ્ચિતકાળ  માટે બંધ રાખવાનો નિર્ણય પણ આવી શકે છે. અને તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે।
હાલ જે માંગ રાજસ્થાન ખાદ્ય પદાર્થ વ્યાપાર સંઘ દ્વારા કરવામાં આવી છે તેમાં એમએસ્પી પર કમિશન 2 ટકા  છે તે વધારીને 2.5 ટકા કરવામાં આવે,ખાદ્ય વસ્તુઓને વાયદા બજારથી મુક્ત  રાખવામાં આવે અને સાથોસાથ રાજ્યની 25 જેટલી માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઇન ઓક્શન ચાલુ છે તે રાજ્યમાંથી જ હટાવામાં આવે.પ્લેટફોર્મ ખાલી કરવામાં ન આવેઅને ખેડૂતોની સાથે સાથે વેપારીઓને પણ માલ રાખવાની છૂટ મળે અને ઇલેક્ટ્રોનિક વજન અંતને પણ ફરજીયાત ન બનાવે અને ખાંડ પર માર્કેટિંગ યાર્ડનો ટેક્સ હટાવામાં આવે અને મગફળી પર દોઢ ટકો  છે તે ઘટાડીને અર્ધો ટકો  જ કરવામાં આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here