RBIએ લગાવ્યો એક વધુ બેન્ક પર પ્રતિબંધ..જાણો કેટલા રૂપિયા ઉપાડી શકાશે

ભારતીય રિઝર્વ બેંકે અન્ય એક સહકારી બેંક પર પ્રતિબંધ મુક્યો છે. આરબીઆઈએ મહારાષ્ટ્ર સ્થિત બાબાજી દાતે મહિલા સહકારી બેંક, યવતમાલ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. તેમાં ગ્રાહકો માટે 5,000 રૂપિયાની ઉપાડ મર્યાદાનો પણ સમાવેશ થાય છે. સહકારી બેંકની કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળના નિયંત્રણો 8 નવેમ્બર, 2021 ના રોજ બિઝનેસ બંધ થયા પછી છ મહિના સુધી અમલમાં રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.

યવતમાલની આ સહકારી બેંક હવે રિઝર્વ બેંકની મંજુરી વિના કોઈ ચુકવણી કરી શકશે નહીં કે કોઈ લોન કે એડવાન્સ આપી શકશે નહીં. આ સિવાય, રિઝર્વ બેંકની મંજૂરી વિના, બેંક કોઈપણ ચુકવણી કરી શકશે નહીં, કોઈપણ વ્યવસ્થામાં પ્રવેશ કરી શકશે નહીં, ન તો તે તેની મિલકત નું વેચાણ અથવા ટ્રાન્સફર કરી શકશે નહીં.

બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા અન્ય ખાતાધારકો તેમના ખાતામાંથી રૂ. 5,000 થી વધુ ઉપાડી શકશે નહીં, એમ નિવેદનમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here