માર્કેટને રિઝર્વ બેન્કના ગવર્નરે આપ્યો નવો બુસ્ટર ડોઝ

કોરોના વાયરસના કારણે ભારત સહિત વિશ્વભરની અર્થ વ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે તેવામાં આજે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ પત્રકાર પરીસદ સંબોધી ભારતની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા અંગે મહત્વની ઘોષણાઓ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, દુનિયાભરના શેર માર્કેટ તુટેલા છે જેના કારણે દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન સેવાઈ રહ્યું છે. કોરોનાના કારણે વૈશ્વિક અર્થ વ્યવસ્થાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયાનું અનુમાન છે.

ભારતની સ્થિતિ હાલ અન્ય દેશોની સરખામણીમાં સારી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ભારતનો વિકાસ દર 1.9 ટકા રહેવાનું અનુમાન છે. ભારતની અર્થ વ્યવસ્થઆ અને લિક્વીડીટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. બેન્કો પણ સતત કાર્યરત છે.

આ સાથે જ તેમણે કેટલીક મદદની જાહેરાત પણ કરી હતી જે અંતર્ગત નોન બેન્કીંગ અને માઈક્રો સેક્ટરને 50 હજાર કરોડની મદદ,NHBને 10 હજાર કરોડની મદદ,નાબાર્ડને 25 હજાર કરોડની મદદ અને SIDBIને15 હજાર કરોડની મદદની જાહેરાત કરી હતી. આ સાથે જ આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી 3.75 ટકા કર્યો છે. આરબીઆઈની આ જાહેરાત બાદ ઈએમઆઈ ઘટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here