RBIની નીતિઓએ કોવિડ-19ના આર્થિક પ્રભાવને ઘટાડવામાં મદદ કરી: શક્તિકાંત દાસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કોવિડ -19 ને કારણે, 2020 સમય દરમ્યાન માનવ સમાજ અને સેન્ટ્રલ બેંક નીતિઓ માટે એક મુશ્કેલ સમય રહ્યો છે અને આ સમય દરમિયાન કેન્દ્રીય બેન્કની નીતિઓને કારણે રોગચાળાના ગંભીર આર્થિક પ્રભાવોને ઓછું કરવામાં મદદ મળી છે. શનિવારે 39 મી નાના પાલકીવાલા સ્મૃતિ વ્યાખ્યાનમાં દાસે કહ્યું, “પાછલા વર્ષ માનવ સમાજ માટે સૌથી મુશ્કેલ સમય રહ્યું છે. આ રોગચાળાના આરોગ્ય અને આર્થિક પ્રભાવને લીધે વિશ્વભરના દેશોમાં વ્યાપક આર્થિક અને સામાજિક નબળાઇઓ ઉભી થઈ છે.

તેમણે કહ્યું, “રોગચાળાની વચ્ચે અને તે પછી નાણાકીય વ્યવસ્થાના સંચાલન માટે એકમજબૂત અને સમજદાર અભિગમ અપનાવવો જરૂરી છે.” તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન મુખ્ય લક્ષ્ય આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવાનો હતો. “જ્યારે આપણે પાછળ વળીએ છીએ, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે અમારી નીતિઓએ રોગચાળાના આર્થિક પ્રભાવને ઘટાડવામાં મદદ કરી છે.” દાસે કહ્યું, ‘હું કહીશ કે રિઝર્વ બેંક પણ જરૂરી પગલા માટે આગળ તૈયાર છે. તે જ સમયે, અમે નાણાકીય સ્થિરતા જાળવવા માટે પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here