RBI કેન્દ્ર સરકારને આપશે રૂ. 1.76 લાખ કરોડનું અનામત ભંડોળ

છેલ્લા ઘણા સમયથી જે મુદ્દે સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે મડાગાંઠ સર્જાઇ હતી તે આજે ઉકેલાઇ ગઇ છે. RBI ના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતા હેઠળની કમિટીની ભલામણોનો સ્વીકાર કરીને રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારીને તેના સરપ્લસ ફંડમાંથી રૂ. 1.76 લાખ કરોડનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે.

બિમલ જાલાનની અધ્યક્ષતા વાળી કમિટીના રિપોર્ટ મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રૂ.૧,૭૬,૦૦૦ કરોડ રિઝર્વ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રૂ.૧,ર૩,૪૧૪ કરોડ વર્ષ ર૦૧૮-૧૯ માટે અને રૂ.પર,૬૩૭ કરોડ નવા રિસ્ક કેપિટલના ફેરફાર માટે ફાળવવામાં આવશે. બિમલ જાલાનના નેજા હેઠળની કમિટીએ શુક્રવારે પોતાની રિપોર્ટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આપી હતી. આ કિમિટી એના માટે બનાવવામાં આવી હતી કે રિઝર્વ બેન્ક પાસે કેટલુ રિઝર્વ હોવુ જોઈએ અને તે કેન્દ્ર સરકારને કેટલુ ડિવિડન્ડ આપી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કમિટીએ આરબીઆઈની રિઝર્વ સ્થળાંતર કરવામાં સમર્થન આપ્યુ છે પરંતુ તબક્કાવાર સમર્થન આપવામાં આવ્યુ છે. આરબીઆઈ દ્વારા સરસપ્લસ ટ્રાન્સફરથી કેન્દ્ર સરકારને જાહેર ઋણની ચુકવણીમાં અને બેન્કોને રિકેપિટલાઈઝેશન કરવામાં મદદ મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને પહેલાથી સરકારી બેન્કોને રૂ.૭૦,૦૦૦ કરોડ આપવાની જાહેરાત કરી દીધી છે જેનાથી આશરે રૂ.પાંચ લાખ કરોડ આવવાની શક્યતા છે.

જો કે, આરબીઆઈની સરપ્લસ રિઝર્વનો કેટલો હિસ્સો ટ્રાન્સફર કરવામાં આવશે તેની લઈને અત્યાર સુધી માહિતી મળી નથી. પરંતુ વિશ્લેષ્કોનું માનવુ છે કે, કન્ઝેસ્ટેડ ફંડ, કરન્સી તથા ગોલ્ડ રિવેલ્યુએશન એકાઉન્ટ સહિત આરબીઆઈ પાસે રૂ.૯.ર લાખ કરોડ રિઝર્વ હોવાની શક્યતા છે. જે કેન્દ્રની કુલ બેલેન્સ શીટ સાઈઝનો રપ ટકા હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here