પારલે -જી બિસ્કિટનું લોકડાઉનમાં રેકોર્ડ બ્રેક વેંચાણ:82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

166

આમ તો લોકડાઉનનાં સમયમાં મોટાભાગના બિઝનેસ ઠપ્પ થઇ ગયા હતા અને પ્રોડક્શન પણ ઘટી ગયા હતા ત્યારે ભારતની એક કંપનીનું સેલ લોકડાઉનમાં વિશેષ રીતે વધેલું જોવા મળ્યું છે.જી હા આપણે વાત છીએ 82 વર્ષ જૂની કંપની પારલે જી. 82 વર્ષ પહેલાં આ કંપની દ્વારા શરૂ કરેલું બિસ્કીટ આજે પણ લોકોની પસંદગી છે. કોરોના સમયગાળા દરમિયાન, લોકોએ ખૂબ જ પારલે -જી બિસ્કિટની ખરીદી કરી હતી. આ બિસ્કિટ સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે પણ, આ બિસ્કિટની ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી પહોંચ છે અને લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. એક અહેવાલ મુજબ લોકડાઉનનાં સમયમાં છેલ્લા 82 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ પારલે જી વેંચાયા હતા.

છેલ્લા ત્રણ મહિનામાં પારલેએ બનાવ્યો રેકોર્ડ

પારલે પ્રોડક્ટ્સ કેટેગરીના વડા મયંક શાહે મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં લોકડાઉન સમયગાળા દરમિયાન કંપનીના કુલ માર્કેટ શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે અને તેમાંથી 80-90 ટકા વૃદ્ધિ પારલે -જીના સેલમાંથી આવી છે. આનું મુખ્ય કારણ એ છે કે લાખો પરપ્રાંતિય મજૂરો પગપાળા ઘરે જતા હતા ત્યારે મજૂરોએ આ બિસ્કીટ સસ્તુ હોવાથી અને છે તે ગ્લુકોઝ પણ પ્રદાન કરે છે એટલે લેવાનું પસંદ કર્યું હતું . એક તથ્ય પણ છે કે ઘણા લોકોએ ચાલતા કામદારોને મદદ કરવા માટે આ બિસ્કીટનું વિતરણ કર્યું હતું.

આઠ દાયકાનો રેકોર્ડ

કંપની વતી કહેવામાં આવી રહ્યું છે કે પાર્લેએ તેના 82 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વેચાણ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીમાંથી કેટલા રૂપિયા કમાયા તે કહેવામાં આવ્યું નથી, પરંતુ ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે કંપનીએ છેલ્લા આઠ દાયકાઓનો રેકોર્ડ તોડ્યો છે. આ લોક ડાઉનનો પાર્લે આખા દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો.

પારલેની સ્થાપના 1938 માં થઈ હતી

તમને જણાવી દઈએ કે 1938 માં પારલે -જી સ્થાપના થઈ હતી. 1938 થી, આ બિસ્કિટ લોકોમાં એક પ્રિય બ્રાન્ડ છે. આનું સૌથી મોટું કારણ તેની વ્યાજબી અને સસ્તી કિમંત અને સારી ગુણવત્તા છે. આ બિસ્કિટ સૌથી વધુ વેચાય તે માટેના ઘણા કારણો છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે પારલે પ્રોડક્ટ્સે તેમની સૌથી વધુ વેચાણવાળી પરંતુ ઓછી કિંમતના બ્રાન્ડ પારલે -જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ગ્રાહકોની ઘણી માંગ હતી

કંપનીએ એક સપ્તાહની અંદર તેની ડિસ્ટ્રિબ્યુશન ચેનલને ફરીથી સેટ પણ કરી, જેથી રિટેલ આઉટલેટ્સમાં બિસ્કીટની કમી ન રહે. આને કારણે, કંપનીએ લોકડાઉન દરમિયાન સપ્લાય ઘટાડ્યો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here