આગામી સપ્તાહમાં બેંકો સત્તા ચાર દિવસ બંધ

59

એક બાજુ યસ બેન્કનો પ્રશ્ન છે અને બીજી બાજુ બેન્કિંગ શેરોનું સ્ટોક માર્કેટમાં ધોવાણ ચાલુ છે ત્યારે એક વધુ ખરાબ સમાચાર ખાતેદારો માટે છે. આગામી બે સપ્તાહ દરમિયાન બેન્ક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે,બેન્કના મેગા મર્જર વિરુદ્ધ બેન્ક યૂનિયનોની હડતાળ અને તહેવારોના કારણે બેન્ક બંધ રહેશે.બેન્ક બંધ રહેવાને કારણે એટીએમમાં રોકડની મુશ્કેલી થઈ શકે છે,તેથી જો તમારે જરૂરીયાત હોય તો પૈસા કાઢીને ઘરમાં રાખી લો.

10 બેન્કોનો વિલય કરી ચાર મોટી બેન્ક બનાવવાની કેન્દ્ર સરકારની જાહેરાતના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIBEA) તથા ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન(AIBOA)એ 27 માર્ચે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે,જેના કારણે બેન્ક બંધ રહેશે.27 માર્ચે ચોથો શનિવાર છે, જેના કારણે બેન્ક બંધ રહેશે, જ્યારે 29 માર્ચે રવિવારે રજા છે.

આગામી સપ્તાહે સોમવાર તથા મંગળવારે બેન્ક ખુલી રહેશે,પરંતુ બુધવારે એટલે કે 25 માર્ચે ગુડી પર્વ તથા તેલૂગુ ન્યૂ યર ડેને કારણે વિભિન્ન શહેરોમાં બેન્ક બંધ રહેશે. બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ તથા નાગપુર જેવા શહેરોમાં બેન્ક 25 માર્ચે સ્પ્રિંગ ફેસ્ટિવલને કારણે બંધ રહેશે.

ગુરૂવાર એટલે કે 26 માર્ચે બેન્કોનું કામકાજ થશે,પરંતુ શુક્રવારે બેન્કની હડતાળને કારણે બેન્કનું કામકાજ પ્રભાવિત થશે.શનિવાર અને રવિવારે રજાઓ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here