સતત બીજા મહિને GST કલેકશન 1 લાખ કરોડને પાર

સરકાર માટે આવક અને જાવક વચ્ચેનો તફાવત ચિંતાનો વિષય બની રહી છે. વેપાર ખાધ બજેટ અનુમાનના 115%એ પહોંચ્યા બાદ સરકારના 3.4%ની નાણાંખાધના લક્ષ્યાંક પર કાળા વાદળો છવાયા હતા પરંતુ, આજે આવેલ જીએસટી કર વસૂલીના આંકડાએ સરકારને રાહતનો શ્વાસ આપ્યો હશે.

ડિસેમ્બર, 2019માં જીએસટી કલેકશન 1.03 લાખ કરોડ રહ્યું છે. નાણામંત્રાલયે રજૂ કરેલ ડેટા અનુસાર કેલેન્ડર વર્ષના અંતિમ મહિનામાં જીએસટી પેટે સરકારને 1,03,184 કરોડની આવક થઈ છે,જેમાંથી સેન્ટ્રલ જીએસટી કલેકશન(CGST) 19,962 કરોડ રહ્યું છે. એકંદરે સરકાર માટે આ આંકડા રાહત આપનાર રહેશે પરંતુ, અનુમાન મુજબના નથી. તાજેતરમાં રેવન્યુ સેક્રેટરીએ GST અધિકારીઓને ઠપકો આપતા ગમે તે ભોગે જીએસટી કલેકસન વર્ષના બાકીના ચાર માસમાં 1.10 લાખ કરોડ ઉઘરાવવા આદેશ કર્યો હતો અને હકીકત એ છે કે આ વર્ષે સરકારે બજેટ અનુમાનના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 1.20 લાખ કરોડની આવક દર મહિને જરૂરી છે.

સેસ પેટે પણ સરકારની આવક ગત મહિને 8331 કરોડ રહી છે,જેમાં 847 કરોડ ઈમ્પોર્ટના છે. સેસ પેટે પણ સરકારની આવક ગત મહિને 8331 કરોડ રહી છે,જેમાં 847 કરોડ આયાતના છે. આ સમયગાળામાં નવેમ્બર માસ માટેના કુલ 81.21 લાખ GSTR 3B રીટર્ન ફાઈલ થયા હતા. કેન્દ્ર સરકારે IGSTમાંથી સીજીએસટી પેટે 21,814 કરોડ અને સ્ટેટ જીએસટી પેટે 15,366 કરોડની પતાવટ રાજ્યો સાથે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here