GSTનાં સરળીકરણ માટે સરકાર પ્રયત્નશીલ : નિર્મલા સિતારામન

ભારતમાં પણ ટૂંક સમયમાં દુબઇની માફક મેગા શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઇ શકે છે. લોક ભાગીદારી વધારવા માટે આ મુજબના ફેસ્ટિવલ નાના અને મધ્યમ શહેરોમાં આયોજિત કરવાના આવશે તેમ નિર્મલા સીતારામને જણાવ્યું હતું. તેઓએ કેટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વ્યાપારી સંમેલનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ વેપારીઓને જીએસટી વધુ સરળ બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.

નાણામંત્રીએ બજેટમાં દુબઇની માફક દેશમાં મેગા શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવાની જાહેરાત કરી હતી, જેની શરૂઆત નાના અને મધ્યમ શહેરોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તમામ લોકો પૂછે છે કે તમે સપ્લાય માટે ઘણું કરી રહ્યા છો પણ માંગ વધારવા શું કરી કરવામાં આવી રહ્યું છે ? આ મુદ્દે મારુ કહેવું છે કે માંગ વધારવા માટે લોકોના ખિસ્સામાં સીધા નાણાં પહોંચાડવામાં આવી રહ્યા છે. આમ આવા સમયે આ શોપિંગ ફેસ્ટિવલના માધ્યમથી કારોબારીઓને માર્કેટિંગનો મોકો પણ મળશે.

નિર્મલા સીતારામને વેપારીઓને જીએસટી સંબંધી સમસ્યાઓ જેવી કે રિટર્ન ભરવામાં મુશ્કેલી, આઇટીસી પ્રતિબંધની સાથે જ આવક વેરાની નોટિસ, ઈ કોમર્સથી સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર કહ્યું કે સરકાર જીએસટીને વધુ સરળ બનાવવા માટે તમામ હિતધારકોની સલાહ લઇને સતત કામ કરી રહી છે. આજે જ રાજસ્વ સચિવે 12 દેશોના જીએસટી અધિકારીઓ સહીત અન્ય નિષ્ણાંતો સાથે બેઠક યોજી હતી તેમાં આ મુદ્દે આપવામાં આવેલ સૂચનો પર ચર્ચા થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here