માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ ને મળશે ગેરંટી વગર લોન: નિર્મલા સિથારમણ

ગઈકાલે વડા પ્રધાન મોદીએ આર્થિક પેકેજની જાહેરાત કરી દીધા બાદ આજે તેની વિશેષ ચાંવત કરવા અને કાયા ક્યાં સેક્ટરને તેનો ફાયદો થઇ શકે તે માટે નાણાં મંત્રી નિર્મળ સિથરામને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાલ દેશવ્યાપી લોકડાઉનથી માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને કમરતોડ ફટકો પડ્યો છે. ત્યારે આ એકમોને બેઠાં કરવા માટે આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા છ રીતે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ રાહત પેકેજમાં માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ માટે કોલલેટરલ (જામીનગીરી) વગર રૂ. 3 લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. એટલે કે આ સેક્ટરના ઉદ્યોગોને લોન મેળવવા માટે કોઇ પણ પ્રકારના કોલલેટરલ કે જામીનગીરી રજૂ કરવી પડશે. આ યોજનાથી દેશના 45 લાખ માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એકમોને લાભ મળશે. જામીનગીરી વગર 4 વર્ષ માટે લોન અપાશે.

લઘુ મધ્યમ કદના એકમોને 100% ક્રેડિટ ગેરન્ટી આપવામાં આવશે માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એકમો 31મી ઓક્ટોબરથી આ સ્કીમનો લાભ લઈ શકશે. આ યોજનાથી દેશના 45 લાખ માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ ને ફાયદો મળશે.

ઉદ્યોગોને બેંકો અને NBFC તરફથી લોન આપવામાં આવશે અને તેની ગેરંટી સરકારની રહેશે ઉદ્યોગોએ કોઇ જામીનગીરી રજૂ કરવાની રહેશે નહીં. લોનના પ્રથમ વર્ષે હપ્તો ચૂકવવાની ઝૂંઝટમાંથી મૂક્તિ માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ ને આ યોજના હેઠળ્ મળનાર લોનના રિપેમેન્ટમાં પણ રાહત આપવામાં આવી છે. જેમાં લોન લેનાર માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એકમે પ્રથમ વર્ષે કોઈ જ EMI ચૂકવવો પડશે નહીં.

માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ ને ધિરાણ સુવિધા પૂરી પાડવા માટે સરકાર દ્વારા રૂ.4000 કરોડનું ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ બનાવવામાં આવશે. આ ટ્રસ્ટ મારફતે માઇક્રો-સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એકમોને નાણાંકીય સહાય અપાશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ટ્રસ્ટને પણ નાણાંકીય સહાય સરકાર જ પૂરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here