ડિફેન્સ સેક્ટરમાં હવે 49% FDI વધારીને 74% કરવામાં આવી

117

વડા પ્રધાન મોદીએ 20 લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ છેલ્લા ત્રણ દિવસથી આવી જાહેરાત કર્યા બાદ આજે વધી થોડી નવી જાહેરાતો કરી હતી જેમાં એવિયેશન,ડિફેન્સ જેવા સેક્ટર પણ સામેલ હતા. આજે સતત ચોથા દિવસે નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ડિફેન્સ અને એરપોર્ટ્સ અંગે લેવામાં આવેલા નિર્ણયો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. ડિફેન્સ ક્ષેત્રમાં સરકારી કંપનીઓના IPO પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત હવે તેમાં FDI 49% વધારીને 74 % કરી દેવામાં આવશે .

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સોશિયલ ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર માટે 8100 કરોડ રૂયિયાની જાહેરાત કરવામાં આવી છે. પરમાણુ ઉર્જા સંબધિત સુધારાઓ પર કામ કરવામાં આવશે. મેડિકલ અને પી પી ઈ કીટ અંગે પણ નવી જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળીનું ખાનગીકરણ થશે. આનાથી વિદ્યુત ઉત્પાદનમાં વધારો થશે.પ્રાઇવેટ પાર્ટનરશિપનાં માધ્યમથી એરપોર્ટને વિકસિત કરવા માટે AAIએ 6માંથી 3 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. 12 એરપોર્ટમાં પહેલા અને બીજા તબક્કામાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે.

ઑર્ડિનન્સ ફેક્ટરીને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે.ઑર્ડિનન્સ ફેક્ટરીનું કૉર્પોરાઇઝેશન થશે. પ્રાઇવેટાઇઝેશન નહીં થાય. ડિફેન્સ ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here