કોરોનાવાઇરસની અસર અન્ય દેશોમાં પહોંચતા શેર બજારમાં ગાબડાં

74

વૈશ્વિક મંદી અને વિદેશના સ્ટોક માર્કેટમાં વેચવાલીના દબાવ અને કોરોનાવાઇરસનો ડર હવે ન માત્ર કઈં પણ પાઁય દેશમાં પ્રસરી જતા ભારતીય સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલીને કારણે આજે લગભગ બધા જ સ્ટોકમાં ભારે વેચવાલી થતા બજાર બંધ થતા સેન્સેક્સમાં 392 પોઇન્ટ અને નિફટી 119 પોઇન્ટ નીચે ગબડીને 11678 પોઇન્ટ પર બંધ આવ્યો હતો

કોરોનાવાઇરસ હવે માત્ર ચીનમાં નહિ પણ ઇટાલી,ઈરાન અને સાઉથ કોરિયામાં પણફેલાયો છે અને મિડલ ઇસ્ટ દેશોમાં પણ તે અસર કરી રહ્યો છે જેના પગલે શેર માર્કેટ શરૂઆતથી નબળું ખુલ્યું હતું જે દિવસ ભાર રિકવર થઇ શક્યું ન હતું
આજે શરૂઆતમાં કેમિકલ અને સિમેન્ટ સ્ટોકને બાદ કરતા લગભગ તમામ શેરો પટકાયા હતા.જેમાં રિલાયન્સ પણ સામેલ હતો અને સાથોસાથ બેન્કિંગ શેરોમાં પણ ભારે વેચવાલી થતા બેન્ક નિફટી પણ એક સમયે 200થી વધારે પોઇન્ટ તૂટો ગયો હતો.

આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સકેસ ઘટીને 39888 અને નિફટી 11678 પર બંધ આવ્યા હતા જયારે બેન્ક નિફટી 303306 પર બંધ રહ્યો હતો.આવતીકાલે બેન્ક એક્સપાયરી પણ છે ત્યારે માર્કેટમાં સાવચેતીનો સુર જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here