આજથી 3 દિવસ માટે બેંકો બંધ.હડતાળની વચ્ચે કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચાર

ભારતમાં બેંકો દ્વારા હડતાલ હવે એક સામાન્ય બાબત બની ગઈ છે.વિવિધ માંગણીઓને લઈને વારંવાર સરકારી બેંકો દ્વારા ભારે સુત્રોચાર અને બેંકોમાં હડતાળના એલાન આપવામાં આવતા હોઈ છે ત્યારે આજે અને આવતીકાલે પણ બેન્ક બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે આજે પીએસયુ બેંકો બંધ છે અને શનિવારે બેંકો પોતાનો બંધ પડશે।રવિવારે રાજા હોઈ છે એટલે કે બેન્ક 3 દિવસ માટે બંધ રહેશે.

સતત 3 દિવસ બેંક બંધ રહેવાથી બેન્કના કસ્ટમરોને ઓટાની નાનકીટ લેવડ દેવળમાં ભારે તકલીફનો સામનો કરવો પડશે. વળી હડતાળનાં કારણે ATM મશીનોમાં કેશની તંગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હડતાળમાં ભારતીય સ્ટેટ બેંક(SBI) સહિતની જાહેર ક્ષેત્ર (PSU) તમામ બેંકનાં કર્મચારીઓ ભાગ લઇ રહ્યા છે અને તેના ભાગ રૂપે આજે દેશભરમાં બેન્કકર્મચારીઓ દ્વારા ભારે સુત્રોચાર કરવામાં આવી રહ્યા છે., જો કે પ્રાઇવેટ બેંકો આ હડતાળથી દુર રહયા છે તે જ પ્રકારે ઓનલાઇન બેંક પણ પહેલાની જેમ ચાલું જ રહેશે.

ઓલ ઇંન્ડીયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનનાં અધ્યક્ષનાં કહેવા મુજબ બેંક કર્મચારીઓનાં વિવિધ સંગઠનોની મુખ્ય માંગણી પગાર વધારાની છે,આ મામલો નવેમ્બર 2017થી પડતર છે.તે ઉપરાંત કામનો સમય નક્કી કરવો,પારિવારિક પેન્સન વગેરે માંગણી સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતરશે,આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હડતાળમાં 10 લાખ બેંક કર્મચારી જોડાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આર્થિક સર્વે અને બજેટનાં દિવસે જ બેંકો બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here