11 એપ્રિલે મતદાનના પ્રથમ ચરણ પેહેલા યોગી સરકારે ખાંડ મિલોને 1100 કરોડ ચૂકવ્યા

ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને પોતાના બાકી રહેતા નાણાં ચૂકવી દેવા માટે સરકારે સરકારી અને પ્રાઇવેટ સુગર મિલોને 110 કરોડની રાહત જાહેર કરી છે.ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેડૂતોને ચૂકવા પાત્ર રકમ 10000 કરોડ સુધી પહોંચી છે અને શેરડી ક્રશિંગ મોસમ પણ પુરી થઇ રહી છે ત્યારે ખેડૂત પણ પોતાના બાકી રહેતા નાણાં ઝડપતી મળી રહે તેવું ઈચ્છી રહ્યો છે.

બીજી બાજુ સરકાર માને છે કે આ એક ચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે અને 11 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીનું પ્રથમ ચરણ માટેનું મતદાન થવા જય રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 24 સરકારી મિલોને 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે જયારે ઉત્તર પ્રદેશ બિજલી નિગમ લિમિટેડને પ્રાઇવેટ મિલોને 600 કરોડ રૂપિયા ચૂકવી આપવા જણાવ્યું છે.

આ રીતે જોઈએ તો યોગી આદિત્યનાથની સરકારે ખેડૂતોને દેવા પાત્ર મૂળ રકમના 10% રકમ ચૂકવી આપી છે.ઉત્તર પ્રદેશમાં કુલ 7 ચરણોમાં મતદાન છે અને સરકાર ચૂંટણીના મતદાન પેહેલા શેરડીના ખેડૂતોને મહત્તમ રકમ ચૂકવી દેવાના મૂડમાં છે.

યોગી સરકારે દાવો કર્યો છે કે સરકારે ખેડૂતોના 60000 કરોડ ચૂકવી દીધા છે જયારે બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ શેરડીના ખેડૂતો પણ ચુકવવા માટેની રકમ માં થયેલા વિલંબ માટે યોગી સરકારની ભારે આલોચના કરી હતી.

માયાવતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જયારે તેમની સરકાર હતી ત્યારે ખેડૂતોના પૈસા તુરંત જ ચૂકવાઈ જતા હતા અને તેમાં ચૂકી જનાર ખાંડ મિલ માલિકોને જેલની હવે ખાવી પડતી હતી.માયાવતીની સાથે સામેલ થનાર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય લોક દાળના અજિત સિંઘે પણ શેરડીના ખેડૂતોને લઈને યોગી સરકારની ભારે આલોચના કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે સરકારે જે વચનો આપ્યા હતા તેમાં તેઓ પુરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here