રૂપિયો ઉછળ્યો, ડોલર સામે 49 પૈસાનો ઊછાળો

ભારતીય ચલણ રૂપિયામાં લાંબાગાળાના ઘટાડા પર બ્રેક લાગી રહી છે. બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 49 પૈસા વધીને 81.43 પર પહોંચ્યો હતો. અગાઉ રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો. ઓક્ટોબર મહિનામાં રૂપિયો પ્રથમ વખત 83ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સપ્ટેમ્બર 2022માં રૂપિયો 82 ની સપાટી વટાવી ગયો હતો. ત્યાર બાદ તે વધુ ઘટીને બીજા જ મહિને ઓક્ટોબરમાં રૂ. 83.01 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

Aaj Tak માં એક અહેવાલ અનુસાર, પ્રથમ વખત 83 ના આંકને સ્પર્શ્યા પછી રૂપિયાનો ઘટાડો હળવો થયો. છેલ્લા કેટલાક દિવસોથી તે ઉપર અને નીચે જઈ રહ્યો છે. બુધવારે 49 પૈસાનો વધારો મોટી રાહત છે. રશિયા-યુક્રેન યુદ્ધ, પુરવઠામાં વિક્ષેપ, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સતત વ્યાજદરમાં વધારાની અસર રૂપિયા પર પડી હતી. ડોલર મજબૂત થતાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં વેચવાલી કરી હતી. વિશ્લેષકો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા પછી રોકાણકારો ડોલર તરફ વળે છે. જો ડોલરની માંગ વધે તો અન્ય કરન્સી પર દબાણ વધે છે. જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે રૂપિયાએ તેની મજબૂતી બતાવવાનું શરૂ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here