રશિયાએ કૂલ-કોલા, ફેન્સી અને સ્ટ્રીટ સાથે કોકા-કોલા, ફેન્ટા અને સ્પ્રાઈટ વિકલ્પો લોન્ચ કર્યા

મોસ્કોઃ રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે માર્ચના પ્રથમ સપ્તાહમાં કોકા-કોલા કંપનીએ જાહેરાત કરી છે કે તે રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. તેની પ્રેસનોટમાં, કંપનીએ એ પણ જાહેરાત કરી કે, અમે યુક્રેનમાં આ દુ:ખદ ઘટના ની અસરથી પીડિત લોકોની સાથે છીએ. લગભગ બે મહિના પછી, રશિયાએ ફ્લેગશિપ બ્રાન્ડ્સ કોકા-કોલા, ફેન્ટા અને સ્પ્રાઈટ બેવરેજ વિકલ્પો લોન્ચ કર્યા. તેથી જ્યારે કોકા કોલા કૂલ કોલા છે, ફેન્ટા ફેન્સી છે અને સ્પ્રાઈટ સ્ટ્રીટ છે.

રશિયાએ માત્ર લોગો, રંગ અને પેકેજિંગ જ નહીં નામના આદ્યાક્ષરો પણ જાળવી રાખ્યા છે. કોકાકોલા કંપનીની જાહેરાત પછી, રશિયામાં કોકા-કોલાની કિંમત લગભગ 200% વધી ગઈ છે. રશિયન રાજ્ય મીડિયાએ દાવો કર્યો છે કે કોકા-કોલા, ફેન્ટા અને સ્પ્રાઈટના વિકલ્પોની માંગ પણ વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here