સાઉથ આફ્રિકામાં ખાંડ પર 20% ટેક્સ કરવા સરકાર પર NGOનું દબાણ

96

સાઉથ આફ્રિકામાં ખાંડ પર ટેક્સમાં વધારો આવી શકે છે.સાઉથ આફ્રિકાની NGO હેલ્ધી લિવિંગ એલાયન્સે ખાંડનો ટેક્સ વધારવા દબાણકર્યું છે. હેલ્ધી લિવિંગ એલાયન્સે ટ્રેઝરીને 17 000 હસ્તાક્ષરો સાથે એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું અને આ હેતુ માટે સમૂહ જન સમર્થન પ્રદર્શિત કરશે.

કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનો વપરાશ ઘટાડવાના હેતુ સાથે અગાવ હેલ્થ પ્રમોશન લેવી તરીકે સુગર ટેક્સ લેવાની શરૂઆત સૌપ્રથમ 2018માં કરવામાં આવી હતી.

હવે, હેલ્ધી લિવિંગ એલાયન્સ સરકાર પર દબાણ લાવીને ખાંડના કરને હાલના 11% થી વધારીને 20% કરવા માંગે છે, જો હેલ્ધી લિવિંગ એલાયન્સ તેવક્ર્સ બમણો કરવાની સાથે સાથે કે ખાંડની માત્રા વધારે હોય તેવા ફળનો રસ શામેલ હોઈ તેના ટેક્સ વધારવામાં આવશે તેવી વાત પણ કરી છે.

હેલ્ધી લિવિંગ એલાયન્સ ખાતેના પ્રોગ્રામ્સ મેનેજર, લોરેન્સ મબાલાતીએ કહ્યું હતું કે, જો ખાંડની વધારે માત્રા વસ્તીમાં બીમારીનું કારણ બની રહી છે, તો ખાંડને નિયમન કરવાની સરકારની જવાબદારી છે.

વપરાશને રોકવા માટે માલ પર ટેક્સ લાવવાની અસરકારકતા અંગે કેટલાકને શંકા છે, જ્યારે મબલતી અન્યથા વિચારે છે. “ઘણા અન્ય દેશોમાં સુગર ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. અમારી પાસે ડેટા છે, ઉદાહરણ તરીકે, યુકેમાં જે દર્શાવે છે કે મજબૂત ટેક્સ હંમેશા સુગરયુક્ત પીણાંના વપરાશ પર નિયંત્રણ લાવશે, એમ જણાવ્યું હતું .
“ઉદાહરણ તરીકે જો આપણે તમાકુ પર નજર કરીએ તો, દસમાંથી ચાર લોકો ધૂમ્રપાન કરતા હતા જ્યારે દર વર્ષે તમાકુ પરનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. હવે દસમાંથી બે લોકો ધૂમ્રપાન કરે છે, ”એમ તેમણે ઉમેર્યું હતું .

જોકે ટ્રેઝરી તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here