શેખર ગાયકવાડની જગ્યા પર સૌરભ રાવને બનાવાયા મહારાષ્ટ્રના નવા સુગર કમિશ્નર

આઈએએસ અધિકારી શેખર ગાયકવાડને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને બીજી બાજુ સૌરભ રાવને હાલમાં મહારાષ્ટ્રના નવા સુગર કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.આ પહેલા,સૌરભ રાવે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે ફરજ બજાવી હતી. અને ગાયકવાડ રાજ્યના સુગર કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

આ નવી નિમણૂકો મંગળવારે જાહેર કરાયેલા રાજ્યના આઈએએસ અધિકારીઓના મોટા બદલાવ અને બદલીના ભાગ રૂપે છે.પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વતન, નાગપુરમાં આઈએએસ અધિકારી તુકારામ મુંડેને નાગપુરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here