પ્રતિબંધનો સમય પૂરો થતા હવે NSE IPO લાવશે

મુંબઈ:નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)એ તેની લિસ્ટિંગ યોજના પર ફરીથી કામગીરી શરૂ કરી છે. કો-લોકેશનના વિવાદમાં એક્સ્ચેન્જ સામે કેસ થયો હોવાથી તેની અગાઉની યોજના રદ થઈ હતી.

દેશના સૌથી મોટા સ્ટોક એક્સ્ચેન્જે નાણામંત્રાલય અને સેબીનો સંપર્ક કર્યો છે અને આઇપીઓની યોજના ફરી શરૂ કરવા અંગે તેના અભિપ્રાય માંગ્યા છે. તે આગામી વર્ષમાં ગમે ત્યારે આઇપીઓ પૂર્ણ કરવા માંગે છે તેમ સૂત્રોએ કહ્યું હતું. આ અંગે એનએસઇને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો. એનએસઇના સંસ્થાકીય રોકાણકારોનો સંપર્ક થઈ શક્યો ન હતો.

એક્સ્ચેન્જ અને તેના અધિકારીઓ સામે મૂડીબજારની નિયમનકાર સેબીએ તપાસ શરૂ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષથી તેના આઇપીઓની યોજના મુલતવી રહી હતી. સેબીએ આરોપ મૂક્યો હતો કે એક્સ્ચેન્જના અધિકારીઓએ કેટલાક ટ્રેડર્સ અને બ્રોકર્સ સાથે મળીને કો-લોકેશનની સુવિધાનો દુરુપયોગ કર્યો હતો અને માર્કેટના સહભાગીઓને તેના સર્વર પર અમુક નાણાંના બદલામાં પ્રેફરન્શિયલ એક્સેસ આપ્યું હતું.

એપ્રિલ મહિનામાં રેગ્યુલેટરે એનએસઇ સામે એક ઓર્ડર આપ્યો હતો અને એક્સ્ચેન્જને છ મહિના માટે મૂડીબજારમાં સક્રિય થવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધનો 31 ઓક્ટોબરે અંત આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, “નાણામંત્રાલય એનએસઇના આઇપીઓ માટે ઘણી ઉત્સુક હોય તેમ લાગે છે કારણ કે તેનાથી એસબીઆઇ અને એલઆઇસી માટે ફંડ રિલીઝ થશે.”

અગાઉની આઇપીઓની મંજૂરીનો સમય વીતી ગયો હોવાથી એનએસઇએ આઇપીઓ માટે નવેસરથી અરજી કરવી પડશે તેમ એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે જણાવ્યું હતું. સિટી, મોર્ગન સ્ટેન્લી, કોટક અને જેએમ ફાઇનાન્શિયલ બેન્કર હતા પરંતુ તેમને ફરીથી નિયુક્ત કરવામાં આવશે કે નહીં તે નિશ્ચિત નથી.

એક કન્સલ્ટિંગ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “ડ્યૂ ડિલિજન્સ પ્રક્રિયાનો મોટા ભાગનો હિસ્સો અગાઉ પાર પાડવામાં આવ્યો હતો. તેથી માત્ર જાન્યુઆરી 2017 પછી થયેલા ડેવલપમેન્ટને જ અપડેટ કરવાની જરૂર છે. એક્સ્ચેન્જને રેગ્યુલેટ પાસેથી લીલી ઝંડી મળશે તો તેને શેર સેલ કરવામાં બે ક્વાર્ટર લાગશે કારણ કે તેણે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020ના અર્નિંગની જરૂર છે.”

એનએસઇ આઇપીઓમાંથી લગભગ રૂ 10,000 કરોડ એકત્ર કરવા માંગે છે જેમાં હાલના પ્રમોટર્સ તેમનો 22થી 24 ટકા હિસ્સો વેચશે. એલઆઇસી, એસબીઆઇ, આઇડીબીઆઇ, નોર્વેસ્ટ વેન્ચર્સ પાર્ટનર્સ અને જીએસ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિ (મોરેશિયસ) તેના શેરહોલ્ડર્સ છે જેઓ પબ્લિક ઓફરિંગ દ્વારા હિસ્સો વેચવા માંગે છે. શેર સેલ પ્રક્રિયામાં એક્સ્ચેન્જનું મૂલ્યરૂ 44,000 કરોડથીરૂ 46,000 કરોડ આંકવામાં આવી શકે છે. સાદી ગણતરી પ્રમાણે શેરનું મૂલ્ય પીઇ રેશિયો કરતાં 28 ગણો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here