સેન્સેક્સ 38100 ની ઉપર, નિફ્ટી 11300 પર

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારે શરૂઆત સારી કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.6 ટકા થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 11300 પર દેખાય રહ્યા છે. જ્યારે સેન્સેક્સે 38100 ઊપર છે. સેન્સેકસ 240 અંક ઉછળો છે તો નિફ્ટી 66 અંક વધી છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂત જોવાને મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.51 ટકાનો વધારો દેખાય રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.49 ટકા મજબૂત થઈને કારોબાર દેખાય રહ્યો છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, ટેક, રિયલ્ટી, મેટલ અને યુટીલીટીઝ 1.14-0.59 શેરોમાં ખરીદારીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સવારે 9:30 વાગ્યે બેન્ક નિફ્ટી 1.50 ટકા વધારાની સાથે 28510.10 ના સ્તર પર આવી ગયો છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે.

બેંકમાં ભારે તેજી જોવા મળી હતી.બંધન બેંકમાં તો 20 5 ની સર્કિટ જ લાગી ગઈ હતી જયારે ગૃહ ફાઇનાન્સમાં પણ ભારે તેજી જોવા મળી હતી.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 350.51 અંક એટલે કે 0.63 ટકાની તેજીની સાથે 38240.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈનેડક્સ નિફ્ટી 65.70 અંક એટલે કે 0.58 ટકાના ઉછાળાની સાથે 11320.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન શેરોમાં વેદાંતા, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેન્ક 1.95-3.68 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, સિપ્લા, ટેક મહિન્દ્રા, ભારતી ઈન્ફ્રાટેલ, આઈઓસી અને સન ફાર્મા 0.57-3.22 ટકા સુધી ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં ગૃહ ફાઈનાન્સ, કેઆઈઓસીએલ, હનીવેલ ઑટોમિશન, જિંદાલ સ્ટીલ અને સેલ 16.57-2.20 ટકા ઉછળો છે. જો કે મિડકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, ગ્લેનમાર્ક, ટોરેન્ટ ફાર્મા, ભારત ફોર્જ અને રિલાયન્સ ઈન્ફ્રા 9.81-1.27 ટકા સુધી લપસ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં નહર ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ, નહર શિપિંગ, ડીઆઈએલ, અબાન ઑફશોર અને એવરરેડ્ડી ઈન્ડસ્ટ્રીઝ 7.44-4.99 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સીએમઆઈ, યુનિપ્લાય, પીપીએપી ઑટોમોટિવ, એસટીસી ઈન્ડિયા અને સોરિલ ઈન્ફ્રા 9.55-4.96 ટકા સુધી તૂટ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here